
ઇરાનની આર્થિક નાકાબંધીનો અમેરિકાનો વ્યૂહ અમેરિકાએ ૨૦ યુદ્ધજહાજાે ગોઠવીને હોર્મુઝની મોટાપાયે ઘેરાબંધી કરી હોર્મુઝમાં નવી શિપિંગ લેન શરૂ કરવા અંગે ઓમાન સાથેની સમજૂતી થવાની તૈયારીમાં ઇરાનનો દાવો અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે તેઓએ મધ્યપૂર્વમાં ૨૦થી વધુ યુદ્ધજહાજ ગોઠવ્યા છે. આ પગલું વોશિંગ્ટન દ્વારા ઇરાન પર ઘેરાબંધી વધુ આકરી બનાવવાના ભાગરૂપે ઉઠાવવામાં આવ્યું છે. આ ગોઠવણી હોર્મુઝની આસપાસ વધતા તણાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઇરાનની સ્પષ્ટ માંગ છે કે હોર્મુઝ ખોલવી હોય તો અમારી માંગો માનો.સેન્ટકોમ મુજબ અમેરિકન નૌકાદળના વિધ્વંસક યુએસએસ રોસ પર સવાર ખલાસીઓ પણ આ વિસ્તારમાં ગોઠવાયેલા દળોનો હિસ્સો છે. કમાન્ડે જણાવ્યું હતું કે આ યુદ્ધજહાજ લશ્કરી મિશનોનું સમર્થન કરી રહ્યા છે. તેમા ઇરાન સામે અમેરિકાની ઘેરાબંધી વધુ ચુસ્ત રીતે કરવાનો સમાવેશ થાય છે. અમેરિકન લશ્કરી કમાન્ડે જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ સુધી સેંટકોમે ૫૫ વેપારી જહાજાેને બીજા માર્ગ તરફ વાળી દીધા છે. બે જહાજને રોક્યા છે અને બાકીના બેને રોકીને તેની પાસેથી નિયમપાલન સુનિશ્ચિત કરાવ્યું છે. આ ગોઠવણી તેવા સમયે થઈ છે જ્યારે ઇરાન અને ઓમાન એક સમજૂતી નજીક પહોંચી ગયા છે. તેમા હોર્મુઝમાંથી પસાર થતી નવી શિપિંગ લેન બની શકે છે. ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે હોર્મુઝ પર ઓમાન સાથે સમજૂતી અંતિમ તબક્કામાં છે. જાે કે ઇરાને સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવી ત અમેરિકા ઇરાનની માંગોને પૂરી કરે તેના પર ર્નિભર રહેશે.ઇરાનને અમેરિકન હુમલામાં થયેલા નુકસાનનું વળતર, પ્રતિબંધો અને લશ્કરી ધમકીઓ આપવાનું ખતમ કરવું અને ખાડીમાં અમેરિકન લશ્કરની ઘેરાબધી ખતમ કરવાનો સમાવશ થાય છે.તેની સામે અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાની કોઈપણ કાર્યવાહી ઇરાન પોતે આપેલું વચન પાળે તે સાથે જાેડાયેલી હશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઇરાન વચ્ચે સીધી વાતચીત થઈ રહી નથી, મધ્યસ્થીઓની મદદથી વાતચીત થઈ રહી છે.




