
રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો યુક્રેને ૧૦૦૦થી વધુ ડ્રોન એટેક દ્વારા મોસ્કો હચમચાવ્યું રશિયામાં સંસદીય ચૂંટણીના આખરી દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર શક્તિશાળી ડ્રોન હુમલો થયો
રશિયામાં ચાલી રહેલી સંસદીય ચૂંટણીના આખરી અને ત્રીજા દિવસે મોસ્કો સ્થિત એક મોટી ઓઇલ રિફાઇનરી પર શક્તિશાળી ડ્રોન હુમલો થયો છે. આ હુમલાને કારણે રિફાઇનરી પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા તેમજ વિસ્ફોટોના અવાજાે સંભળાયા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાની પુષ્ટિ કરી છે, જાેકે આ ઘટનામાં જાનહાનિને લઈને અલગ-અલગ દાવાઓ સામે આવ્યા છે. રશિયન અધિકારીઓ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવી રહ્યા છે.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ આડકતરી રીતે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મોસ્કો ક્ષેત્રમાં યુક્રેનની લાંબા અંતરની સૈન્ય કાર્યવાહીનું રશિયા પર ઊંડું પરિણામ આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં રશિયાના એક મહત્વપૂર્ણ તેલ ઉદ્યોગ અને લૉજિસ્ટિક્સ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે, જે રશિયન સૈન્ય મશીનને આર્થિક રીતે મદદ કરે છે. આ અભિયાનમાં અદ્યતન ડ્રોન સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયામાં આ પ્રથમ સંસદીય ચૂંટણી યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ચૂંટણીને યુદ્ધ માટે જનતાના સમર્થનની કસોટી તરીકે રજૂ કરી છે. સત્તાધારી ‘યુનાઇટેડ રશિયા‘ પક્ષનું વર્ચસ્વ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે, પરંતુ આર્થિક દબાણ અને યુદ્ધના થાકને કારણે વિરોધી પક્ષોને પણ કેટલાક મત મળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાન દરમિયાન ઓનલાઇન સિસ્ટમ પર સાયબર હુમલાના પ્રયાસો પણ થયા હતા.
ચૂંટણીના માહોલ વચ્ચે થયેલા આ ડ્રોન હુમલાએ વૈશ્વિક સ્તરે તણાવ વધુ તીવ્ર બનાવ્યો છે. રશિયા દ્વારા પશ્ચિમી દેશો સાથેના સંઘર્ષના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યુક્રેને આ ચૂંટણીને ‘દિખા??? ઇલે????‘ ગણાવીને ફગાવી દીધી છે. હાલમાં સુરક્ષાદળો દ્વારા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે અને આ હુમલાથી રશિયાની રાજનીતિ પર શું અસર પડશે તે આગામી સમય જ જણાવશે.




