
ગુમ થયેલ છે.
(સુરત)
ઉપરોક્ત તસવીર વાળી છોકરી જેનું નામ શગુન નિતેષભાઇ બોરખતરીયા છે. જેની ઉ.વ.-૧૯ વર્ષ ૪ માસ (જન્મ તા.-૧૮/૦૩/૨૦૦૭) છે. અને રહેવાસી- બી/૧૪૯, સુર્ય દર્શન સાઇલેન્ટ સીટી, વાવગામ, કામરેજ, સુરત, હાલ રહે- વિશ્વભારતી ગર્લ્સ હોસ્ટેલ ઠે-મોરથાણા ગામ, તા-કામરેજ, સુરત છે તારીખ-૨૫/૦૭/૨૦૨૬ ના રોજ કલાક- ૦૮/૦૦ વાગ્યા આજુબાજુના અરસામાં વિશ્વભારતી ગર્લ્સ કોલેઝ ખાતેથી નવી સિવીલ હોસ્પિટલ ખાતે અન્ય છોકરીઓ તથા તેમના મેડમ સાથે આવેલ હતી જે બાદ એકાદ વાગ્યા આજુબાજુ પરત હોસ્ટેલ જવાના સમયે આ શગુન મળી આવતી ન હતી અને તેમને ફોન કરતા તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો જે બાબતે તેમના પરીવારના સભ્યોને જાણ થતા તેઓ દ્વારા પણ સદર ગુમ થનારની શોધખોળ કરવામાં આવેલ હતી પરંતુ આજદિન સુધી મળી આવેલ નથી. જે શરીરે મધ્યમ બાંધાની રંગે- ઘઉં વર્ણની વાળ- મધ્યમ લાંબા ઉંચાઇ- આશરે ૫ ફૂટ છે. જે હાલ વિશ્વભારતી ગર્લ્સ કોલેઝ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. જે ગુજરાતી ભાષા બોલી સમજી શકે છે. એ છોકરી બાબતે જે કોઈને જાણ થાય તેમણે ખટોદરા પોલીસ સ્ટેશનના PSI પી.પી.જાળોંધરાને તથા એના પિતા નિતેષભાઇ રામશિભાઇ બોરખતરીયાના મો.નં.-૯૯૭૯૧૯૮૦૮૨ પર જાણ કરવા જાહેર જનતાને વિનંતી છે.




