
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ઠાર આતંકવાદી હમઝા બુરહાનને અજાણ્યા હુમલાખોરે મારી ગોળી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં એક અજાણ્યા હુમલાખોરે તેની ગોળી મારીને હત્યા કરી છે પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ અને આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઘાયલ થયેલા આતંકીનું મોત થયું છે. હમઝા બુરહાનને પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુઝફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલું છે. ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધારોમાં હમઝા બુરહાનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં તેણે શિક્ષક તરીકે ઓળખાણ આપી હોવાનું કહેવાય છે. પુલવામા હુમલો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ થયો હતો, જ્યારે આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલામાં ૪૦થી વધુ સૈનિકો શહીદ થયા હતા. અહેવાલો અનુસાર, મુઝફ્ફરાબાદમાં એક અજાણ્યા હુમલાખોરે હમઝા બુરહાનને ગોળી મારી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે આતંકી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તેની ઓફિસમાં બેઠો હતો. આ સમય દરમિયાન કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા અને હમઝાને ગોળી મારી દીધી હતી. હુમલાના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ બપોરે ૩:૧૫ વાગ્યે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આતંકવાદીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે જાેડાયેલા આતંકવાદી આદિલ અહેમદ ડારે ૩૦૦-૩૫૦ કિલોગ્રામ ભરેલી SUV CRPF કાફલાની બસ સાથે અથડાવી હતી. પરિણામે, ૪૦ સૈનિકો શહીદ થયા હતા.
જૈશ-એ-મોહમ્મદે આ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. લગભગ ૧૨ દિવસ પછી, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ શિબિર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.



