
ટ્રમ્પે સાઉદી અને યુએઈની વાત માની હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ! અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ભયાનક હુમલો કરવા માટે ૧૯ મેએ ર્નિણય લેવાના હતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE))ના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારું વિશ્વયુદ્ધ અટકી ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ભયાનક હુમલો કરવા માટે ૧૯ મેએ ર્નિણય લેવાના હતા, જાેકે સાઉદી અને યુએઈની એક વાત માની ટ્રમ્પે વાતચીતના રસ્તા પર આવી ગયા છે.
મધ્ય-પૂર્વના મીડિયા રિપોર્ટ મુજબ, સાઉદી અને યુએઈએ અમેરિકાને કહ્યું છે કે, હાલ હજ યાત્રા ચાલી રહી છે, તેથી વિશ્વના અનેક દેશોના મુસ્લિમો સાઉદી આવશે. જાે હાલ યુદ્ધની શરૂઆત થશે તો સ્થિતિ બગડી શકે છે. તેના કારણે લાખો લોકો સાઉદીમાં ફસાઈ જશે.
સાઉદી અરેબિયાએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને કહ્યું કે, જાે હજ યાત્રા સમયે યુદ્ધ કરવામાં આવશે તો અરબ દેશોના મુસ્લિમોમાં અમેરિકાની છબી ખરડાશે. રિપોર્ટ મુજબ ૨૪ મેથી હજ યાત્રાની શરૂઆત થશે, જે છ દિવસ સુધી ચાલશે. હજ યાત્રામાં વિશ્વમાંથી લગભગ ૧૦ લાખ મુસ્લિમો આવવાનો અંદાજ છે. તેણે એવું પણ કહ્યું છે કે, જાે અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈરાન વળતો જવાબ આપવા માટે રિયાદ અને અબૂધાબીમાં હુમલો કરી શકે છે.
સાઉદી અરેબિયાની સમાચાર ચેનલ અલ અરબિયાના રિપોર્ટ મુજબ, હજ પહેલા પરમાણુ સમજૂતી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કતારે અમેરિકાનો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો છે. તેમાં કામચલાઉ સમજૂતી કરાવવાનો ઉલ્લેખ કરાયો છે. જાે આ સમજૂતી થઈ જશે તો પછી હજ બાદ વિગતવાર સમજૂતી માટે અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજવામાં આવશે.
અમેરિકા અને ઈઝરાયલે રમઝાન મહિનામાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈની હત્યા પણ રમઝાન મહિનામાં કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશોએ ઈદના દિવસે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા. જાેકે હવે ઈરાને મજબૂત લડત આપીને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, ત્યારપછી અમેરિકાએ સમજૂતીને પહેલ કરી હતી.



