
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ઝટકો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સનો કબજાે, ટ્રમ્પની પાર્ટીની કારમી હાર ભારતીય મૂળના પિયા ડાંડિયા અને સુહાસ સુબ્રમણ્યમનો વિજય, વિવેક રામાસ્વામી ચૂંટણી હાર્યા : સાઉથ કેરોલિનામાં રિપબ્લિકનને ઝટકો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળ બાદ યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓ ના પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સે વોશિંગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યાે છે. તમામ પૂર્વ-ચૂંટણી સર્વેના અંદાજાે સાચા ઠેરવતા ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ગાબડું પાડ્યું છે.સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં ડેમોક્રેટ્સે મોટો ઉછાળો માર્યાે છે. આ ચૂંટણીમાં ભારતીય સમુદાય માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ફ્લોરિડાથી ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર પિયા ડાંડિયા અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ વિજેતા બન્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના મધ્યસત્રના ચૂંટણીના પરિણામમાં હાર સ્વીકારવા તૈયારી બતાવી દીધી છે. આ સાથે તેમણે સવાલો ઊઠાવતા કહ્યું કે બેલેટ પેપર પર મારું નામ હોત તો કદાચ અમે ભારે બહુમતથી ચૂંટણી જીતી ગયા હોત. જાેકે હું હાર સ્વીકારીને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ હારથી ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગશે અને તે યુદ્ધમાં બેફામ ર્નિણયો લેતા અટકી શકે છે. ટ્રમ્પે કહ્યું કે હું ચૂંટણી મેદાનમાં નહોતો. જાે હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતર્યાે હોત તો રિપબ્લિકન્સ ભારે બહુમતથી જીત્યા હોત. જાેકે લોકો ટ્રમ્પની આ પ્રતિક્રિયાની મજાક પણ ઉડાવી રહ્યા છે.ઓહિયો ગવર્નર પદની રેસમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી હારી ગયા છે. ડેમોક્રેટ એમી એક્ટને રિપબ્લિકન નેતા વિવેકને હરાવી દીધા છે. અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. સીએનએન ના અંદાજ મુજબ, ડેમોક્રેટિક પાર્ટીએ સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને માત આપીને સંસદના નિચલા સદન ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ પરિણામથી અમેરિકાના રાજકારણમાં સત્તાનું સંતુલન બદલાશે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાના એજન્ડા અને નીતિઓ આગળ ધપાવવા મોટા પડકારો ઉભા થશે.મતદાર માહિતીઅમેરિકામાં ટ્રમ્પની પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પક્ષ પાસેથી સાઉથ કેરોલિનાની સીનેટ સીટ છીનવી લીધી છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સીટ સ્વર્ગસ્થ સાંસદ લિન્ડસે ગ્રેહામ પાસે હતી, જ્યાં હવે ડેમોક્રેટિક પાર્ટીના એની એન્ડ્રુઝે જીત હાસિલ કરી છે.અમેરિકાની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો સામે આવ્યા છે. ડેમોક્રેટિક ઉમેદવાર કીશા લાન્સ બોટમ્સ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બનવા જઈ રહ્યા છે. બીજી તરફ, ફ્લોરિડામાં રિપબ્લિકન સાંસદ બાયરન ડોનાલ્ડ્સે ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે, જેઓ ફ્લોરિડાના પ્રથમ અશ્વેત ગવર્નર બનશે. આ બંને પરિણામોને અમેરિકી રાજકારણમાં મોટા ઐતિહાસિક બદલાવ તરીકે જાેવામાં આવી રહ્યા છે.મતદાર માહિતીઅમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં કોલોરાડોથી ડેમોક્રેટિક ઉમેદવાર જાેન હિકેનલૂપરે સેનેટ ચૂંટણીમાં ફરી એકવાર શાનદાર વિજય મેળવ્યો છે. પૂર્વ ગવર્નર રહી ચૂકેલા હિકેનલૂપરે પોતાના સ્પર્ધક અને રિપબ્લિકન ઉમેદવાર માર્ક બેસ્લીને પરાજય આપીને આ બેઠક જાળવી રાખી છે. અગાઉ કોલોરાડો રાજ્યના ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ ના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂકેલા જાેન હિકેનલૂપર માટે સીનેટમાં આ તેમનો સતત બીજાે કાર્યકાળ રહેશે.રિપબ્લિકન ઉમેદવાર એરિક બાર્લાેએ વ્યૌમિંગના ગવર્નર તરીકે જીત મેળવી છે.




